વિચલિત
વિચલિત


થાકેલો, હારેલો, કંટાળેલો
માણસ ઘરની
ચાર દિવાલમાં
પુરાઈ બેઠો છે
શું થવાનું છે ?
શું થઈ રહયું છે ?
આમાંથી હવે કયારે
બહાર નિકળશું?
આ બધા વિચારોની
વચ્ચે મનની પીડા ને
માનસિક પરિસ્થિતિમાંથી
પસાર થતો માણસ
ઘરનાં ભાડા
લોનના હપ્તા
ત્રણ ટાઈમ ખાવાની
વ્યવસ્થા
વિજળી બિલ
પાણી બિલ
સ્કૂલની ફી
મહિનાની સાથે
જ ખર્ચમાં
જોડાઈ રહયું છે,
ઘંઘો બંધ
આવક બંધ
પૈસાની અછત
એકસાથે જ
વર્તાતી પરિસ્થિતિ
માણસની શાંતિમાં
વિચાર બની
ઘરની ચાર દિવાલમાં
ઘુમ્મરી ખાઈ છે.