ફાગણ ખીલ્યો
ફાગણ ખીલ્યો
ફાગણ ખીલ્યો પ્રિતના આ રંગમાં,
ફાગણ ખિલ્યો આજ(૨)
ઓ... અલબેલી પ્રિતની ધેલી(૨)
ચાલને ભેગા રમીયે આ હોળી રંગ,
ફાગણ ખિલ્યો આજ
ફાગણ ખીલ્યો પ્રિતના આ રંગમાં,
ગુપચુપ ગુમચુપ વાત ના કર,
છોડ સખીને ચલ સાજન સંગ,
રંગ રસિયો રંગનો રેલો,
જામ્યો આજે પ્રિતનો ઘેરો.
ફાગણ ખીલ્યો પ્રીતના આ રંગમાં,
ઓ.. અલબેલા પ્રીતના તું ધેલો
જાને તું એકલો રમ ને આ હોળી રંગ,
ફાગણ ખીલ્યો પ્રીતના આ રંગમાં,
હું ના આવું તારી સાથ,
તો શું કરે તું મારી સાથ,
રમવા દેને આ સખીયો સાથ,
ફરી કયા મળે આ હોળી રંગ,
ફાગણ ખીલ્યો પ્રિતના આ રંગમાં,
ઓ.. પ્રીતનગરની તું રુપાળી કન્યા,
તારા વગર ના જામે આ હોળી રંગ,
ફાગણ ખીલ્યો પ્રીતના આ રંગમાં,
હૈયુ મારુ ધબકે આજ,
તારી સાથે હોળી રમવા કાજ,
તું ના આવે મારી સાથ,
તો હું આવું તારી સંગ,
ફાગણ ખીલ્યો પ્રીતના આ રંગમાં
ઓ પ્રીત નગરનો સાજન તું મારો
તો ચાલને સાથે રમીયે આ હોળી,
ફાગણ ખિલ્યો પ્રીતના આ રંગમાં,
રંગ પિચકારી પ્રેમની ભરી,
ઉડે અબીલ ગુલાલ,
જામ્યો નાચ પ્રીતનગરમાં,
થઈ અલબેલી સાજન સંગ,
ફાગણ ખીલ્યો પ્રીતના આ રંગમાં,
ફાગણ ખિલયો પ્રીતના આ રંગમાં,
ફાગણ ખીલયો આજ.