STORYMIRROR

Nicky Tarsariya

Romance

4  

Nicky Tarsariya

Romance

પહેલો પ્રેમ

પહેલો પ્રેમ

1 min
379

એજ પળ ને એજ રમત,

જિંદગી ફરી રમે છે,

તે દિવસની વાત,

યાદ કરી તે એમજ હસે છે,


તે પહેલો દિવસ ઓફિસનો,

ને તારી સાથે મુલાકાત, 

કંઈક અજીબ તો કંઈક અલગજ,

એહસાસ હતો દિલમાં, 


થોડી મુશ્કેલ પણ,

હસીન અદા હતી તારી 

ચહેરા પર થોડી ખામોશીને,

દિલમાં થોડો ડર,


મનમાં મલકાતી,

તું કેબિનમાં આવી 

હું તને જોવ કે તું મને,

તે પહેલા જ નજર મળી,

 

આંખોના ઈશારે એમજ,

કેટલી વાતો થઇ ગઈ, 

તું કઈ કહે તે પહેલાજ,

હું તને સમજી ગયો,


દિલ માને તો તેને,

પ્રેમ કેમ કહેવાય 

વગર વિચારે જ હું,

દિલ તને આપી બેઠો,


એજ પળ ને એજ રમત,

જિંદગી ફરી રમે છે 

તે દિવસની વાત,

યાદ કરી તે એમજ હસે છે. 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance