Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nicky Tarsariya

Drama

3  

Nicky Tarsariya

Drama

સંબંધોની કડી

સંબંધોની કડી

1 min
280


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તારા દિલમાં પણ લાગણી વરસી હશે 

ત્યારે તો આપણે મળ્યા હશું,


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તારુ કયારેક તો મારા તરફ ધ્યાન ગયું હશે 

ત્યારે તો તારી નજર મારી નજરને મળી હશે,

 

તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તને પણ વાત કરવાનું મન થયું હશે 

ત્યારે તો મોડી રાત સુધી વાતો થઈ હશે,


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તારા વિચારમાં કયારેક તો હું આવી હશું 

ત્યારે તો તું મારી તરફ આગળ વધ્યો હશે,


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તને ક્યારેક તો મારા દિલની લાગણી સ્પર્શી હશે 

ત્યારે તો તારી આંખોમાં આસું વરસ્યાં હશે,


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તારા સપનામાં કયારેક તો હું આવી હશું 

ત્યારે તો તને મારી યાદ આવી હશે,


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તને કયારેક તો મને કંઈક કહેવાનું મન થયું હશે 

ત્યારે તો તારા હોઠ પર મારુ નામ આવ્યું હશે,


તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું 

તારા હૈયામાં પણ કયારેક પ્રેમની લાગણી ખીલી હશે 

ત્યારે તો તું મારા તરફ આકર્ષિત થયો હશે,

તારા મન વગર આપણે એમ જ થોડી મળ્યા હશું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama