એકલતા
એકલતા


થાકી ને થોડી વાર આરામ કરવા બેઠી છું.
પાસે આવી કોઈ પૂછે, કેમ ઉદાસ લાગે છે ?
પોતાની સાથે થોડી વાત કરવા આવી છું.
કહું એમ તો કહે, એકલતામાં વિચારો વધારે થકવે છે.
કેમ સમજાવું ! કોઈના સાથે જ મને એકલી છોડી છે.
કામથી નહીં, લોકોના સાથથી હવે હું થાકી છું.
કહું એમ તો પૂછે, કેમ પ્રેમમાં કોઈએ દગો આપ્યો તને ?
કેમ કહું, તમારા જેવા લોકોએ જ પ્રેમથી દૂર કરી મને.
સમજવા બેઠા છે મને, કે પછી સમજાવવા આવ્યા છે ?
કરું આમ પ્રશ્ન, તો એક લાબો પાઠ ભણાવી દેઈ.
કહેવું છે હવે તો મમૂકો મને, જયારે કંઈ નથી કહેવા જેવું.
હતું જે મારી પાસે તે તો તમે બધાએ છીનવી લીધું,
પછી કેમ પુછો છો ? આ ઉદાસીનું કારણ આજે.
કહી દઉં, તમે જ મને એકલતામાં ડૂબાડી મૂકી છે,
આમ કહી પણ શું કરું ? તે તો ખાલી જાણવા આવ્યા છે.
કોણ મારું છે? તે તો મને સમયે સમજાવી દીધું.
છતાં એકવાર ચાલ પૂછી લવ, શું સંબંધ છે આપણો ?
શું કરું જાણી હું હવે ? જરૂર સમયે તો હું એકલી હતી.
આંખનાં આંસુ લૂછવા કરતા જે આપવામાં વ્યસ્ત હતાં,
કેમ માનું ! તે અહી મારી એકલતાને દૂર કરવા બેઠા છે.
થાકી ગઈ છું ખોટા દિલાસાથી એટલે એકલી બેઠી છું,
કેમ કહું એમ ! જે છે હકીકત તે તો કોઈ સાંભળતું નથી.