સ્ત્રીની અવાજ
સ્ત્રીની અવાજ


મારા હાથની રેખા મને સમજાતી નથી ને
સંબધોની માયાજાળમાં મન મારુ ગુંચવાઈ રહ્યું છે,
મારી લોકલાજ શરમ બધું જ લલાટમાં લખાઈ ગયું ને,
કર્મની કસોટી કરવામાં જ વિચારો મારા દુભાઈ છે,
મારા દિલમાંથી નીકળતી અવાજ મને સંભળાતી નથી ને,
શબ્દો મારા મનમાં જ જન્મ લઇને મુત્યુ પામેછે,
મારા લખેલા કર્મની ભાવના હું જાણી શકતી નથી ને,
આંખોનો આંસુનો દરિયો બની તે એમજ વહીજાય છે,
મારા જીવનનો માર્ગ સહેલો છે કે અઘરો તે હું જાણતી નથી ને,
લોકોના આંધળા કાનૂન પર મારી બલી ચડતી જાય છે,
મારુ અસ્તિત્વ મારી જિંદગી શું છે તે હું જાણતી નથી ને,
સ્ત્રી ધર્મને નિભાવવામાં જ મારુ સર્વસ્ય હણાય રહ્યું છે.