મુકામ
મુકામ
પ્રિય ડાયરી,
અરે આ મંઝીલે પહોંચવા ને
ઘણી એ મહેનતું કરી છે રે
ઉદગ્રીવ દ્રષ્ટિ કરતાં સૂર્યને
પણ ઝાંખો કર્યો છે રે,
પછી નભ ભલેને શુન્ય ભાસે
બાથભરીને વહાલું કર્યું છે
ચારેકોર દિશાઓ હાથ છોડે
તોય પકડીને વ્હાલી કરી રે,
અરે મહેનતનો રંગ છે આ રે
ટેકરીઓ જ એટલી ચડ્યાં છીએ કે
તેની હામુ ઍવરેસ્ટ પણ ટૂંકો લાગે રે
સબરમાં જ તર્યા અમે રે
તોય સાગર પણ છીછરો લાગે રે
'શુન્ય' નામથી જીવ્યાં તોય
આ સઘળું સહસ્ત્ર લાગે રે.