STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Tragedy Thriller

મતલબ

મતલબ

1 min
187

તું રોજ મારી નજરમાં આવે છે,

તું મુજને સપનામાં રોજ સતાવે છે,

તું રૂબરૂ મુજને ન મળે તો વાલમ,

તુજને પ્રેમ કરવાનો મતલબ શું ?


તું છૂપાઈને રોજ મળવા આવે છે,

તું મુખ ઉપર નકાબ કાયમ રાખે છે,

તું આમ જ સૂરત સંતાડે તો વાલમ, 

તુજને પ્રેમ કરવાનો મતલબ શું ?


તું રોજ રસ્તામાં સામે દેખાય છે

તું મુખ મચકોડી રસ્તો બદલે છે,

તું મારી અવગણના કરે તો વાલમ, 

તુજને પ્રેમ કરવાનો મતલબ શું ?


તું દિલની ધડકન મારી સાંભળે છે,

તું શ્વાસોની સરગમને અનુભવે છે,

તું પ્રેમનો સૂર બેસૂરો કરે તો વાલમ, 

તુજને પ્રેમ કરવાનો મતલબ શું ?


તું મિલન માટે મુજને તડપાવે છે,

તું વિરહથી મુજને કાયમ રડાવે છે,

તુ પ્રેમને દિલથી ન સમજે તો "મુરલી",

તુજને પ્રેમ કરવાનો મતલબ શું ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance