STORYMIRROR

Jay D Dixit

Tragedy

4  

Jay D Dixit

Tragedy

મથામણ

મથામણ

1 min
331

અસ્તિત્વ મેળવવાની મથામણથી જે શરુ થાય છે,

તે કસોટી, ધબકારના અંત સુધી જીવાતી જાય છે.


ક્ષણેક્ષણ શ્વાસ લેવામાં અને નિઃશ્વાસ દેવામાં,

અડચણોનું વંટોળ વાયરામાં સમજણથી વાય છે.


સંબંધો અડધા-પડધા ને બંધનો આખેઆખા અહીં,

લાગણીઓનો દાવાનળ ડગલે-પગલે દઝાય છે.


ઈશ્વર પણ ઇરાદાસર દરેક પલકારે પડકાર ફેંકે,

ક્યારેક સમય તો ક્યારેક સંજોગોથી હરખાય છે.


તલવારની ધાર પર ચલાવે, કૂવામાં પણ કૂંદાવે,

ધૈર્ય ધરો તો સ્થિતપ્રજ્ઞતા ભણી પથ રચાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy