મતદાન
મતદાન
નિશાન લાગ્યું આ આંગળીએ, હું ગર્વથી આભે આંબી ગયો,
નેતા મળશે સાચો દેશને, મતદાનનું મહત્વ હું જાણી ગયો.
એક વોટથી ફરક શું પડશે? વિચારનારાઓ
જરા સમજે,
ટીપા ટીપાથી ગાગર છલકે, તો તરસ બધાની છીપશે.
દેશવાસીઓ આગળ વધીને, ફરજ તમારી નિભાવો,
દૂરથી જોયા કરશો શું, તમે પ્રગતિશીલ સમાજ બનાવો.
દેશના રાજકારણની નિંદા કરવા કરતા પહેલાં તમે વિચારો,
જરૂર હતી મતદાનની જયારે, તમે આપ્યો તમારો ફાળો ?
આવો કરવા નવનિર્માણ રાષ્ટ્રનું, બધાયે મતદાન કરીએ,
દેશના વિકાસ કાજે આપણે, મહત્વનો ભાગ ભજવીએ.