મસ્તક
મસ્તક
આભારી છું જન્મ આપ્યો જે માતા-પિતા એ,
મળ્યો આ દુનિયામાં આવવાનો લહાવો.
જીંદગીની કિતાબ ખુલી વાત જાણે મહામૂલી,
જીંદગીના રસ્તા પર ચાલતા શીખવ્યું.
આભારી આ જીવનને પ્રકાશ આપ્યો,
મસ્તકમા જ્ઞાનનો પ્રકાશ પાથરી આપ્યો.
આભારી છું મસ્તક પર સ્નેહથી હાથ રાખ્યો,
દુઃખોના દરિયામાં હામ આપી જીવંત રાખ્યો.
ભાવના જીવન પતઝડ હતુ મા-બાપે શણગાર્યું,
ઉપકારો કેમ કરી વિસારુ આ એક અવતારે.
મસ્તક મુકી દવ તવ ચરણોમાં ઉતારી,
ઋણ તોયે શકુ ના આ જીવનમાં ઉતારી.
