મર્યાદા
મર્યાદા
રમત કૈક એવી રમી એ ગયા છે,
સીધાસટ હતા જે નમી એ ગયા છે.
ઉકેલી ગયા છે સમયની એ ગુંચો,
શત્રુ છે છતાંપણ ગમી એ ગયા છે.
નજરમાં જોઈ છે નહિવત ક્ષુધાને,
ભલેને ફરીથી જમી એ ગયા છે.
બવંડર ઉઠ્યા'તા હૃદયના કિનારે,
તબાહી પહેલા શમી એ ગયા છે.
કરો ના આક્ષેપો તમે આ કલ્પ પર,
શરમમાં તમારી ખમી એ ગયા છે.
