STORYMIRROR

Mittal Purohit

Inspirational Others Tragedy

3  

Mittal Purohit

Inspirational Others Tragedy

મૃતકની વ્યથા

મૃતકની વ્યથા

1 min
26.8K


ભીંસમાં ભાંગીને થયા કટકો હવે,

ભીંત પર ફોટો બની ને લટકો હવે.


નથી તારા નામનો કોઈને ચટકો હવે,

ભીંત પર રહી લાગે તને ઝટકો હવે.


વ્યર્થ ગયું તારું એ જીવતર હવે,

કે, યાદ નથી કોઈને ય માવતર હવે.


તસવીર પર તારી લાગ્યો ધૂળનો જથ્થો હવે,

કોઈ યાદ કરે તને ! એમ તું મથતો હવે.


જીવ્યા સુધી આદર મળ્યો, નથી મળતો તે હવે,

તારો દુઃખી આત્મા, બધું જોઈ રડતો હવે.


ફોટો તરફ થતી નથી પ્રેમ ભરી દ્રષ્ટિ હવે,

ગઈ ફોગટ તેં વરસાવી હતી અમીવૃષ્ટી હવે.


ભીંતના ખૂણેથી ફોટો માળિયામાં વસતો હવે,

કે દેખો ! આ દુઃખી ફોટો નથી હસતો હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational