મૃત સપનું
મૃત સપનું
મૃત સપનું આંખમાં તરતું રહ્યું,
સાવ નિષ્ફળ જિંદગી કરતું રહ્યું,
લાખ કોશિશ પણ કરો ભૂલાય નહીં,
કોઈ હરપળ આંગણે ફરતું રહ્યું,
આ સમય-સંજોગ બદલાતા રહ્યાં,
દૂર કોઈ પાસથી સરતું રહ્યું,
જોખમો છે કેટલાયે પ્રેમમાં,
કોઈ આશિક થઈ સતત મરતું રહ્યું,
‘નીતા’ વિરહની વેદના ભારે પડી,
શ્વાસ-શ્વાસે આહ દિલ ભરતું રહ્યું.
