STORYMIRROR

Ashish Makwana

Fantasy

4  

Ashish Makwana

Fantasy

મૃગજળ

મૃગજળ

1 min
257

મને મનની વાતો બધીયે કહી દે, 

હથેળીમાં મારી, કશું તું લખી દે, 


અધૂરી છે આ હસ્તરેખાઓ મારી,

પ્રણયની રસમ આજે પૂરી કરી દે, 


જીવનના સફરનો નથી અંત કોઈ, 

વિસામો આ દિલને ઘડી બે ઘડી દે.


બધી મુશ્કેલીઓનો ઉપચાર છે આ, 

વજનદાર વાતોમાં હળવું હસી દે.


મધુવનમાં હું, તું ને સાહેદ ફૂલો, 

નસિયત જરા એને મારા વતી દે,


અષાઢી છે વાદળ ને પ્યાસા છે હોઠો,

મને આજ મૃગજળનો પ્યાલો ભરી દે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy