STORYMIRROR

Harshida Dipak

Classics

3  

Harshida Dipak

Classics

' મોતી '

' મોતી '

1 min
13.7K


રમણ રેતમાં રળતાં રળતાં હાથ ચડ્યું છે મોતી 

આંખોથી એ કેદ કરીને પકડી લીધું ગોતી,

મનગમતું ને ઝગમગતું છે નાનકડું એ મોતી...

ભીતરનો કોલાહલ કેવો ધકધક થતો ખૂંચે 

આકાશે જઈ ઉડવા માટે ફરફર થતો ઊંચે 

પડકારાથી છૂટવા માટે તેજ હવાને ગોતી 

ગભરું મારી નજરું ઓલા ચંદલિયાને જોતી ...

મનગમતું ને ઝગમગતું છે નાનકડું એ મોતી....

રાધા નામે ધૂમ મચી છે સાંવરિયાની સાથે 

મીરાં કે રૂકમણી શબ્દતો હોઠ ચડે ન હાથે 

ગિરિધર નામે ધૂમ મચાવી ધાગે મોતી પ્રોતી 

રૂકમણીની હૃદય વેદના પાંપણ વચ્ચે રોતી

મનગમતું ને ઝગમગતું છે નાનકડું એ મોતી...

શ્યામ નામનો અમલ પિયાલો ધોળી ધોળી પીતી 

સાચી ખોટી વાણી વાળી જીભલડીથી બીતી 

ભૂત - પિશાચ કે ડાકણ-શાકણ લાગે નઈ પનોતી 

શ્વાસે શ્વાસે શ્યામ નામને મનમાં લીધું ગોતી 

મનગમતું ને ઝગમગતું છે નાનકડું એ મોતી...


Rate this content
Log in

Similar gujarati poem from Classics