મોસમનો વરસાદ
મોસમનો વરસાદ
આવ્યો મોસમનો પહેલો વરસાદને
તારી યાદ આવી.......
ઝરમર વરસે મેઘ, કરૂં છબછબ
ભીંજાય મારું મન....
મોરલાના ટહુકાને, કોયલની બોલી
તડપે દિલ દીવાનું........
કોરી કાયા, કોરું છે મન પલળીને
એકાકાર થઉં તારા....
મળ્યા હોઠોથી હોઠ, થઈ બેકરાર
નાચે મનમોર.........
આંખોમાં ભરી છે મસ્તી અને તું છે
ચિતડાનો ચોર.

