STORYMIRROR

Rita Macwan

Drama

3  

Rita Macwan

Drama

મોસમ વરસાદની

મોસમ વરસાદની

1 min
433

આવી આવી મસ્ત મોસમ

વરસાદની..

નટખટ નખરાળી અલ્લડ ને

અલબેલી.


બૂંદે બૂંદે પ્યાસ બૂઝે આ તન

મનની.

કુદરત સોળે કળાએ

મસ્તીથી ઝૂમી,


પહાડેથી ઉછળકુદ

ઝરણાએ કરી,

સાગરને મળવા

સરિતા જુઓ સરી,


ડ્રાઉં ડ્રાઉં બોલી

તોફાની દેડકા ટોળી,

ઉભા તરુવરથી

નીતર્યા પાણી,


મોર પણ નાચી ઉઠ્યાં

કળા કરી,

ધરાએ પણ લીલી છમ 

ઓઢણી ઓઢી,


જગતના તાતે હરખથી

ચિચિયારી કરી

હવે ઠરશે જઠરાગ્નિ,

તમારી મારી.


રે કુદરત, લીલા તારી 

ન્યારી ન્યારી..

સ્વીકારી મનુજે કહ્યું,

"જાઉં હું વારી વારી !"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama