મોસમ બનીએ
મોસમ બનીએ
એકબીજાની મોસમ બનીએ,
પાનખર નહીં વસંત બનીએ,
હોય ચમનમાં ખુશ્બોદાર ગુલ,
ગમતું એક પારિજાત બનીએ,
ઘણાંય હોય કારણો ઉદાસીના,
કોઈ હોઠ પરનું સ્મિત બનીએ,
દિવસ તો રહેશે ઉજાસ ભરેલો,
એક ઝળહળતી રાત બનીએ,
થોડીક સૂકી થોડીક ભીંજાયેલી,
આંખોથી ઉકલતી વાત બનીએ.

