મોસમ આવી મજાની
મોસમ આવી મજાની
પતંગિયાની ટોળી ઊડી આકાશે
ચાંદામામા છૂપાયા ઊંચા દૂર આકાશે,
ઠંડી ઠંડી મોસમ આવી રે મજાની !
કિલ્લોલ કરતાં પક્ષીઓ ગાતાં ગીતડાં
સુંદર તારા આભે વાતો કરતાં મીઠડાં,
ઠંડી ઠંડી મોસમ આવી રે મજાની !
પવનની લહેરમાં ઝૂલતાં મીઠાં ફૂલો
ગુલાબી ઠંડીમાં થરથરી ઊઠતાં ફૂલો,
ઠંડી ઠંડી મોસમ આવી રે મજાની !
કોમળ કોમળ સૂર્યના કિરણો ઝીલવા
ઝાડ પાન ફળ ઉતાવળા થઈ દોડ્યા
ઠંડી ઠંડી મોસમ આવી રે મજાની !
ઊંચો ઊંચો પહાડ હિમ બની પથરાયો
ઝાકળના બિંદુ ઝીલવા અવની હરખાયો,
ઠંડી ઠંડી મોસમ આવી રે મજાની !
