મોરનાં ઈંડાં🌳🌳
મોરનાં ઈંડાં🌳🌳
ખ્યાલ રાખું છું સદા એ ભારનો,
ને સહું છું પ્રેમ તારા વારનો.
બોઝ આપ્યો જિંદગી તેં પાર નો,.
માનવી હું પણ છું પારાવારનો.
જો નશો કરવો જ હો તારે ખરો,.
કર નશો માણસનો પ્હેલી ધાર નો.
મોરનાં ઈંડાં ચિતરવાં ના પડે,.
જંગલે પડઘો પડે ટહુકાર નો.
આપના ધમકી મને તું મોતની,.
આદમી છું પ્રેમના લલકારનો.
જાત તારી સાચવીને રાખજે,.
આદમી છું પ્રેમના ધબકારનો.
લાશ મારી પાંગરે તાજી બની,.
એટલે છું માનવી થડકારનો.
તું ડુબાડી ના શકે ઘરને કદી,.
મેં
ચણ્યો પાયો ,એનો મઝધારનો્.
માનવી જાણ્યા વગર વિશ્વાસ કર,.
માન પોતાનો નથી એ બ્હારનો.
વેર,ઈર્ષા, દ્વેષનું શું કામ છે,.
માનવી પ્યારો બધે છે પ્યારનો.
ખાસ છપ્પન ભોગ મારે ના જુએ,.
આદમી છું ખાસ મુટ્ઠી જાર નો.
એક જો માણસ બતાવે આજ તું,.
હોય ના ગોલો જે ઘરની નાર નો.
વડ એવાં ટેટા કહેવત માનજો,.
વાતમાં પડઘો પડે સંસ્કાર નો.
લાગણીને તોલ ના પૈસે ટકે,.
પ્રેમ કંઇ હોતો નથી વેપારનો.
હાથ ટૂંકાં શું કરે છે પ્રેમમાં,.
આદમી છું હું ભર્યા વેવારનો.