મોર
મોર
કલાધર કૂર્ચ કામણગારી કલગી
લટકણિયા લાંબા લુગાઈ લગી
મોરપંખ મોતી મયૂર મોહક મઢ્યા
લાગે લક્ષ લહુથી લાવણ્ય લઢયા
પ્રસાર્યા પંખ પીંછ પ્રેમિકા પામવા
કરી કળા કામદેવ કાંત કામવા
મનથી મોરલિયો માણતો મેહુલો
નાચે નીલકંઠ નીર નીચે નંદઘેલો
સર્વાહારી સુંદર શકુનિ સર્વભક્ષી
રંગીન રૂપવાન રચ્યું રાષ્ટ્રપક્ષી
ગીત ગર્જના ગાઈ ગમ્ય ગહેંકે
ટહેલતો ટહેલતો તાલથી ટહુકે
કલાપી કંઠથી કેકારવ કુંજન કરે
નૃત્ય ને નાદ નીલા નયન નરે
જણતર જતન જમીન જીવ-ગૃહ
સાંજે શાખા શોભાવે શયન-ગૃહ
કલાધર કૂર્ચ કલગી કામણગારી
અહિરિપુ અસિતગ્રીવ અલગારી.