STORYMIRROR

Vishvesh Jhala (ઉમંગ)

Romance

4  

Vishvesh Jhala (ઉમંગ)

Romance

મોજૂદગી

મોજૂદગી

1 min
274

મારી યાદોમાં માત્ર તમારી મોજૂદગી હતી,

જાણે કે સવારમાં ગજબની તાજગી હતી,


શોભતું હતું એ રૂપ મારી આંખોમાં એ રીતે,

જેમ મોરને માથે શોભતી એક કલગી હતી,


કરતો હતો હું વિનંતી તને એવી જ અદાથી,

જેવી રીતે કરાતી ખુદાને કોઈ બંદગી હતી,


કહેતી હતી આ દુનિયા મને સમજુ ઘણો જ,

એ ક્યાં જાણે કે મને આપની દીવાનગી હતી,


કોણ માને છે મનાવવાથી અહીંયા 'ઉમંગ',

મારી સાથે રહેતી હવે એની નારાજગી હતી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance