મોજે મોજ
મોજે મોજ
ગામડાના માનવી ભોળા ને પ્રેમાળ હોય,
શહેરમાં તો બધે જ સ્વાર્થ ને કપટ હોય,
ઉજવતા ઉત્સવને મોજે મોજ હોય,
હાસ્યમાં પણ લાલચ ને દગો-દંભ હોય,
આગળ ખુલ્લા આંગણાને છૂટ હોય,
નજર કરો ત્યાં કોંક્રિટનાં જંગલ હોય,
હોય પ્રાકૃતિક ને મનોહર ત્યાંનો નજારો,
જોવા મળે ભીડને, રહેતા લોકો હજારો,
હોય જ્યાં ભોજન,પાણી ને હવા શુદ્ધ,
હોય જ્યાં ગંદકી, ફેક્ટરી ને ખોરાક વિશુદ્ધ,
માનવી-માનવીનો જ્યાં સહારો હોય,
પૈસાની દોડધામ ને જીવન યંત્રવત હોય.
