STORYMIRROR

Jashubhai Patel

Romance

3  

Jashubhai Patel

Romance

મોડી મોડી સમજાય તું

મોડી મોડી સમજાય તું

1 min
26.7K


તારી ને મારી વચ્ચે શર્મનો પડદો,

પડદામાંથી આછી આછી ડોકાય તું.


મળવાનું તો કદી નામ દેતી નથી,

શાને આટલી આટલી હરખાય તું.


કાન રહ્યા તરસતા, રણકી ના પાયલ,

શાને પણ ખાલી ખાલી રણકાય તું.


વાતો તો બધી માનીએ છીએ તારી,

તો પછી શાને ખોટા ખોટા સમખાય તું.


એવી તે શું વાત બની આપણી વચ્ચે,

કે આમ એકલી એકલી મલકાય તું.


આવ્યા છીએ મળવા ખાસ તને અમે,

શાને આવી આવી ભાગી જાય તું.


આજ નથી પુનમ કે આવે ભરતી,

કેમ પછી ઊછળી ઊછળી છલકાય તું.


સાથે રહ્યાં 'જશ' કેટલા જન્મો લગી,

તોયે કેટલી મોડી મોડી સમજાય તું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance