Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy

4.9  

'Sagar' Ramolia

Fantasy

મોબાઈલમાં ખીચડી

મોબાઈલમાં ખીચડી

1 min
468


ચકો-ચકી બેઠાં-બેઠાં

વાતોના પુલ બાંધે છે,

આ માણસને જુવોને,

મોબાઈલમાં ખીચડી રાંધે છે.


આપણે તો મગદાળ-ચોખા

ને પાણી-મીઠું લેતાં'તાં,

આપણી આ વાર્તાઓ તો

નાનાં બાળકોને કહેતાં'તાં,

પણ અત્યારે તો ચેટીંગ-મેટીંગનો

સામાન સૌના કાંધે છે,

આ માણસને જુવોને,

મોબાઈલમાં ખીચડી રાંધે છે.


આપણે કંઈ ભૂલ કરીએ

તો રાજા ત્યારે દંડે છે,

આપણી સચ્ચાઈની કથા તો

ફેલાણી સાતે ખંડે છે;

પણ મોબાઈલ

ખીચડી પકવવામાં

ઘણા બેઠા વાંધે છે,

આ માણસને જુવોને,

મોબાઈલમાં ખીચડી રાંધે છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy