STORYMIRROR

Rajeshri Thumar

Tragedy

3  

Rajeshri Thumar

Tragedy

મોબાઈલ

મોબાઈલ

1 min
151

નાના મોટા સૌનો માનીતો મોબાઈલ,

આ છે અજાયબીભર્યું યંત્ર મોબાઈલ,

રડતા બાળકને પણ રમતું કરે મોબાઈલ,

મોટા પણ થાય દોડતા જો રણકે મોબાઈલ,


ના કોઈ વાયર કે ના કોઈ ટેકો,

છતાં આપે માહિતી દેશ - વિદેશ તણી,

બચાવે પૈસાની સાથે સમય,

ક્યારેક વેડફતો અણમોલ સમય,


સેકન્ડ પણ ના રહે દૂર મોબાઈલથી,

વાગે ભણકારા નીંદરમાં પણ મોબાઈલના,

બને બેબાકળો જો રહે ચૂપ મોબાઈલ,

આપે ગુસ્સો, ડિપ્રેશન ને તણાવ પણ મોબાઈલ,


નથી ખબર ખુદ ને ખુદની જ વેલિડિટી,

પણ રાખે આધુનિક મોબાઈલની વેલિડિટી,

કંટાળતો જો આવે ઓછું નેટવર્ક,

માણી લો જિંદગી, વધારો ખુદનું નેટવર્ક,


સંબંધો પણ ચાલતા હવે મોબાઈલથી,

વેચ્યો સમય માનવીએ મોબાઈલને,

ખરીદ્યો બધો સમય ખુદ મોબાઈલે,

હૃદય પણ ચાલશે જરૂર એકદિન મોબાઈલથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy