મંથન ચાલુ રાખો
મંથન ચાલુ રાખો
હાર મળે કે મળે મોટો વિજય, આપણે યુદ્ધ ચાલુ રાખો,
ઝેર મળે કે મળે મીઠું અમૃત,આપણે મંથન ચાલુ રાખો !
રણની તરસ કેટલી સાચી છે કે જૂઠી,કહો કોને ખબર ?
હવે મરણ સુધી મૃગજળમાં આપણે મંથન ચાલુ રાખો !
સ્વપ્ન ભૂમિમાં બીજ અરમાનોના વાવી દીધા પછી હવે શું ?
એક ભવ્ય ભોર થાય ત્યાં સુધી આપણે મંથન ચાલુ રાખો !
સન્નાટાની વાંસળી ભલે પડઘાયા કરે ચાર ભીંતો વચ્ચે,
વિરહમા મીઠી તડપનું મનમાં આપણે મંથન ચાલુ રાખો !
મજબૂરી હશે તો ધરતીની ધૂળને પણ મહેકવું પડે,
પ્રથમ વર્ષા સુધી ઈંતજારનું આપણે મંથન ચાલુ રાખો !
કર્મ એવું કરીએ કે અંતે "પરમ" ને પધારવું જ પડે,
અંતિમ "પાગલ" પન સુધી જીવનભર મંથન ચાલુ રાખો !