મનનું મંથન
મનનું મંથન
સફળતાની ઊંચાઈ ચડવી છે મારે,
સીડી કોઈ આપતું નથી,
સંસ્કારના પાઠ ભણવા છે મારે,
તેવી પાઠશાળા બનાવી નથી,
ખાનદાની મેળવવી છે મારે,
બજારમાં વેચાતી મળતી નથી,
પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવી છે મારે,
હાથ પકડનાર કોઈ નથી,
સુખની પળો માણવી છે મારે,
સમય મારો આવતો નથી,
પ્રેમ સાગરમાં ડૂબવું છે મારે,
યોગ્ય પાત્ર જડતું નથી,
જ્ઞાન ગમ્મત કરવી છે મારે,
ગુરૂ ક્યાંય દેખાતા નથી,
પ્રગતિના પંથે જવું છે મારે,
દિશા બતાવનાર કોઈ નથી,
સ્નેહ સોનો મેળવવો છે મારે,
સ્નેહની વર્ષા થતી નથી,
હવે તો મન વ્યથિત છે મારૂ,
"મુરલી" રાહ મળતો નથી.