STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

મનની ગતિ

મનની ગતિ

1 min
26.6K


પવન કરતાંય પહેલું જનારું મન આપણું,

ભવોભવથી એ સાથે રહેનારું મન આપણું,


અનુકૂળ પરિસ્થિતિમાં પ્રસન્નતા પ્રગટાવતું,

થૈને રાજી એને સુખ કહેનારું મન આપણું,


પ્રતિકૂળ સંજોગોને પલટાવવા મથતું એ,

દુઃખ તરીકે ઓળખાવનારું મન આપણું,


જે ચાહે એ પામવા એ પ્રતિપળ ઝંખતું,

ન મળતાં વલોપાત કરનારું મન આપણું,


સારાસારનો વિવેક ભાગ્યે જ પરખાતો,

સંતોષથી સદા દૂર રહેનારું મન આપણું,


કરી નિગ્રહ કોઈ લક્ષ્યને જરુર પામતા,

એને પરમ સમીપ લઈ જનારું મન આપણું,


રહી દેહમાં દૂરસુદૂર ભ્રમણ સદા કરનારું,

શકે મર્કટવત્ બહુધા વર્તનારું મન આપણું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama