STORYMIRROR

Dr. Ranjan Joshi

Drama

4  

Dr. Ranjan Joshi

Drama

મનને સમજાય છે કંઈ?

મનને સમજાય છે કંઈ?

1 min
275

ઝાંઝવાના જળની લે દોટ મેં આ મૂકી,

જોઉં તૃપ્ત થાઉં છું કે નહીં, 

આ મનને સમજાય છે કંઈ?


રાત અને દિન જે છે એક સ્વપ્ન જોતું,

આ જગની ભવાઈ જોઈ નહીં?

આ મનને સમજાય છે કંઈ?


આ તારું ને મારું એ જગજૂઠા ખેલમાં,

સઘળું નંદવાય છે ભઈ,

આ મનને સમજાય છે કંઈ?


મનના આ મેળામાં અહંકાર મ્હાલે,

ને સંબંધે રીસ ઠાલી રહી,

આ મનને સમજાય છે કંઈ?


રાગ, રસ છોડી તું રોજ 'રંજ' શોધે,

આ પીડા પરાઈ ક્યાં થઈ?

આ મનને સમજાય છે કંઈ?



Rate this content
Log in

Similar gujarati poem from Drama