મંગલ યાત્રા
મંગલ યાત્રા
આવ્યાં હતાં નગરમાં લઈને શમણાં
શિશુ હતાં કોમળ કેવા સુંદર નમણાં
કાળ થપાટે ભાંગી ગઈ હવે ભ્રમણા
ખુલ્લે પગે ચાલતા નીકળ્યા ગામડે
ગ્રીષ્મનો તાપ ઝીલ્યો સૂકાં ચામડે
ગૃહસ્થી ભાર વહી ભૂખ્યા જાણે મડે
લપાતા છૂપાતા કહીં ઝાડી ઝાંખરે
હારી થાકી નગર ઘર છોડ્યું આખરે
ઉપકારનો આવો બદલો તું ચાખ રે
આશથી પથ કાપ્યો દેહ નીર તરસ્યાં
નિરાશ થયા જ્યારે સિપાહી વરસ્યાં
જિંદગી કમાઈ ઘર ભાગવા ખર્ચ્યા
ટોળેટોળા ચાલ્યા જોઈને અમંગળ
કોઈ જો જોડે ડગલાં પંહોચે મંગળ
દુર્દશા ભરી ગરીબ યાત્રા અમંગળ
ચાલ્યાં થાક્યાં ચરણે સહસ્ત્ર જોજન
માલિકે કર્યું કેવું આ કરુણ આયોજન
ભાંગ્યો ભરોસો આવા હોય મહાજન
આવ્યા હતાં નગરમાં લઈને શમણાં
ભટક્યા નગર બાંધવા ડાબા જમણા
નિરાશ વદને બે હાથ દઈને લમણાં.