મને યાદ છે
મને યાદ છે
પહેલીવાર એ નજરોનું મળવું મને યાદ છે,
એ આંખો થકી થયેલ ઓળખાણ મને આજે પણ યાદ છે...
પહેલીવાર એ સ્મિતની આપ લે મને યાદ છે,
એ સ્મિત થકી થયેલ મૈત્રી મને આજે પણ યાદ છે...
પહેલીવાર એ લાગણીઓની શાબ્દિક અભિવ્યક્તિ મને યાદ છે,
એ શબ્દો થકી થયેલ સ્પર્શ મને આજે પણ યાદ છે.