STORYMIRROR

Pallavi Trivedi

Romance

4.4  

Pallavi Trivedi

Romance

એ પણ પ્રેમ જ છે

એ પણ પ્રેમ જ છે

1 min
11.1K


ભલે તમને માન આપે છે એવું દર્શાવવા તમે કહી ન સંબોધે,

પણ કોઈ તમારું અપમાન કરે એ સહન ન કરે એ પણ પ્રેમ જ છે...


ભલે ક્યારેય આંખમાં આંસું ના આવવા દેવાનો વાયદો ના કરે,

પણ તમારી ભીની આંખો જોઈ હસાવવા પ્રયત્ન કરે છે પ્રેમ જ છે...


ભલે તબિયત સારી ન હોય ત્યારે ચોવીસે કલાક સાથે ન રહે,

પણ સમય થાય ને દવાનું યાદ કરાવે એ પણ પ્રેમ જ છે...


ભલે તમારી બધી જ વાતો ને અભિપ્રાયો ન માને,

પણ આખી દુનિયાની વિરુદ્ધ જઈ તમારો વિશ્વાસ કરે એ પણ પ્રેમ જ છે...


ભલે હું તને પ્રેમ કરું છું એવું ક્યારેય ન કહે,

પણ તમારું મૌન હંમેશા સમજી જાય એ પણ પ્રેમ જ છે...


Rate this content
Log in