જિંદગીની કિતાબ
જિંદગીની કિતાબ
1 min
268
આ જિંદગી પણ એક કિતાબ જેવી છે ને...
જેમાં કેટલાક પન્ના જાતે લખેલા છે...
તો કેટલાક પન્ના મજબૂરીમાં લખાયેલા છે...
સમયની સાથે નવા નવા પન્ના જોડાતા જાય છે...
અને જૂનાં પન્નાઓ ભૂલાતા જાય છે...
પણ ક્યારેક સંજોગો એ જૂના પન્નાઓ યાદ કરાવી જાય છે...
ત્યારે આંખમાં આંસું અને હોંઠ પર મુસ્કાન આવી જાય છે...
બસ આમ જ જિંદગીની કિતાબ લખાતી જાય છે...
કંઈક છૂટતું અને કંઈક જોડાતું જાય છે...
પરંતુ અંતમાં એ ઘણું બધું સમજાવી જાય છે.