કેદ
કેદ


તારી આંખોની ઉર્મી,
આજે પણ મારામાં કેદ છે,
તારા સ્મિતની સુંદરતા,
આજે પણ મારામાં કેદ છે,
તારા ગાલ પરના ખંજન,
આજે પણ મારામાં કેદ છે,
તારી આંગળીઓની અભિવ્યક્તિ,
આજે પણ મારામાં કેદ છે,
તારા વ્યક્તિત્વનો એહસાસ,
આજે પણ મારામાં કેદ છે,
ને મારું જીવન સદાય,
તારી સ્મૃતિઓમાં કેદ છે.