સાચી સુંદરતા
સાચી સુંદરતા


એ હતી ચંચળ, નટખટ સી યુવતી
બાળક સમી બેપરવાહ...
છતાં હતો રંજ શ્યામ વર્ણ નો.
દુનિયામાં મૃગજળ સમી સુંદરતા શોધતી તે
જાણે પતંગિયું શોધતું સૌથી સુંદર પુષ્પ...
પરંતુ શ્યામની આંખોથી ખુદ ને નિહાળી સમજાયું,
સાચી સુંદરતા તેનામાં જ છે
તેના દિલમાં, તેના સ્મિતમાં.