રાહ જોઉં છું
રાહ જોઉં છું


એ કહે છે રેત સમી છે તું, હાથમાંથી સરકી જ જાય છે...
કેમ સમજાવું કે ભીની માટી છું હું, તું વરસાદ બની મને ભીંજવે એ પળની રાહ જોવ છું...
એ કહે ઝરણાં સમી ચંચળ છે તું, વહેતી જ જાય છે...
કેમ સમજાવું કે નદી છું હું, તું સાગર બની તારામાં મને સમાવે એ પળની રાહ જોવ છું...
એ કહે વણ ઉકેલ્યા કોયડા સમી છે તું, સમજાતી જ નથી...
કેમ સમજાવું કે ખુલી કિતાબ છું હું, તું પ્રેમથી વાંચી મને સમજે એ પળની રાહ જોવ છું.