મને વ્હાલો વ્હાલો લાગે...
મને વ્હાલો વ્હાલો લાગે...
આ શિયાળાનો તડકો
આ મીઠો મીઠો તડકો
મને લાગે વ્હાલો વ્હાલો.
વહેલી સવારમાં આવે
એ તો ઠંડીને ભગાવે
મને વ્હાલો વ્હાલો લાગે.
એ તો મોલ મોલ પર ફરતો
મોલમાં પ્રાણ નવા પુરતો
મને વ્હાલો વ્હાલો લાગે.
શિયાળાની ગુલાબી ગુલાબી ઠંડી
એની સુગંધ છે મીઠી મીઠી
મને વ્હાલો વ્હાલો લાગે.
