મને વ્હાલી મારી મા
મને વ્હાલી મારી મા
મને વ્હાલી મારી મા, તમને વ્હાલી તમારી મા.
જેની કૂખે અવતરવા હરિ પણ ઝંખતા,
જેના દૂધ દેવોને પણ દુર્લભ બનતા,
મને વ્હાલી મારી મા....
જે દેતી અખૂટ આશિષ બાળને,
જેના હાથે પીડા થતી દૂર પળભરમાં.
મને વ્હાલી મારી મા....
જે લાલન પાલન કરતી હરરોજ,
જેના વેણ ખમ્મા કેરા દરરોજ,
શીખવતી સંસ્કારની પાઠશાળા.
મને વ્હાલી મારી...
જેને જોઈને સંતાન મન ભરતા,
જે દેતી અનંત લ્હાણ હેતની.
મને વ્હાલી મારી મા...
જે દેતી અખૂટ આશિષ બાળને,
જેના હાથ સ્પર્શતાં પીડા થતી દૂર,
જે લેતી સંતાનના દુઃખના ઓવરણાં.
મને વ્હાલી મારી મા...
દુઃખ કરતી દૂર સૌ સંતાન કેરા,
જેનું સ્મરણ નિત્ય બાલ કરતા.
મને વ્હાલી મારી મા...
નમન સઘળી જનનીને તેના ઉપકારને,
જેને દીધા પુત્ર મહાન સૌ કોઈને,
ન ચૂકવી શકતા ઋણ સંતાન એના.
મને વ્હાલી મારી મા.
