મને લઈ દેને
મને લઈ દેને
મને લઈ દેને લઈ દે ને
એક વાંસળી રે લોલ..
હું તો સંભળાવું સંભળાવું
સૌને વાંસળી રે લોલ..
રંગબેરંગી લાગે એતો
રંગબેરંગી લાગે
મીઠાં મીઠાં સૂર એના
મીઠાં મીઠાં સૂર
મને લઈ....
વાંસમાંથી બનાવી મેં તો
વાંસમાંથી બનાવી
મોર પોપટ બેસાડ્યા
એમાં મોર પોપટ બેસાડ્યા
મને લઈ...
સાંભળે એના સૂર સૌ
સાંભળે એના સૂર
મારા હાથમાં એ શોભે
મારા હાથમાં શોભે
મને લઈ.....
