મને ક્યાં ખબર હતી
મને ક્યાં ખબર હતી
આમ જ સમય વહી જશે
ક્યાં ખબર હતી ?
એક દિવસ જીવન શુન્ય બની જશે
મને ક્યાં ખબર હતી ?
હું તો અનેક આશાના સ્વપ્નમાં
જીવતી હતી,
પણ આશા નિરાશામાં ફરી જશે
મને ક્યાં ખબર હતી ?
આમ તો જિંદગીમાં મારી
ખુશી અપાર હતી,
તારા આવવાથી એ એક યાદ બની જશે
મને ક્યાં ખબર હતી ?
