મન
મન
તારી યાદોમાં પળ પળ મારું મન પરોવાય,
કરું છું પ્રેમ ખુબ જ પણ કેવી રીતે કહેવાય,
આવ તું મારી પાસ તારાં વગર ના રહેવાય,
આવવું તો છે પણ દુનિયાને ભૂલી ને કેવી રીતે અવાય,
આદત બની ગઈ તું મારી હવે ના સહેવાય,
છે યાદો તો ખુબ ભીતરમાં પણ ન કંઈ કહેવાય.
જિંદગી તારાં વગર એકલી કેમ જીવાય,
ઇચ્છા છે મને પણ, સાથે જીવવાની પણ નહીં રહી શકાય.
દૂર રહીને તારાથી હવે મારે ના રહેવાય,
નથી રહી શકતાં સાથે,
તો દુનિયાને અલવિદા તો સાથે કહેવાય.