મન
મન
હરદમ હરખાય છે મન, આ કોની યાદ છે ?
નિરંતર છલકાય છે મન,આ કોની યાદ છે !
ક્યાં કાયમી સબંધ -છે મતલબી દુનિયામાં,
દૂરથી આ મલકાય મન આ કોની યાદ છે !
પ્રણયમાં પગલાં આગળ ભરી ના શક્યા અમે,
વિષાદથી વલખાય છે મન આ કોની યાદ છે !
દિલ તો ઇચ્છે, જાહેર કરવા છૂપો ભાવ,
સંકોચથી ખચકાય છે મન આ કોની યાદ છે !
કાશ ! અમે એકમેકને જો મળી શક્યા હોત,
રહી રહી પડઘાય છે મન કોની યાદ છે !

