STORYMIRROR

Purnendu Desai

Inspirational

4  

Purnendu Desai

Inspirational

મન-પતંગ

મન-પતંગ

1 min
92

મન-પતંગની ગગનચુંબી ઉડાન ભલે તમે ભરજો,

પણ સંયમની દોરીથી હંમેશા તમે એને નાથજો.


રંગોના આકાશમાં, ભલે તમે નિખરજો ને ચમકજો,

બીજાના રંગોમાં ભળી, નવી ભાત પણ તમે પાડજો.


નમે જો વધુ પડતું એક બાજુ, તો કની પણ તમે બાંધજો,

ગોથે જો બહુ ચડે તો, 'ઝટકો' પણ એને તમે મારજો.


બધાનું છે આકાશ ને આકાશમાં બધાને તમે માણજો,

હું એકલો રહું 'નિપુર્ણ' એ વાતે દાવ કદી તમે ન લડાવશો. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational