મન કરે...
મન કરે...
પ્રેમાળ એની ઝીલ જેવી આંખોમાં,
ખોવાઈ જવાને મન કરે,
પ્રેમાળ એના અદ્ભૂત સ્મિતમાં,
મોહી જવાને મન કરે.
પ્રેમાળ એની અસ્ખલિત વાતોને,
સાંભળ્યા કરવાને મન કરે,
પ્રેમાળ એના હૂંફાળા સ્પર્શને નિરંતર,
માણ્યા કરવાને મન કરે.
પ્રેમાળ એના મારા વિશ્વરૂપી
આલિંગનમાં સમાવાને મન કરે,
પ્રેમાળ એની અનંત ઊંડાઈના લાગણીના,
દરિયામાં ડૂબવાને મન કરે.
પ્રેમાળ એની આગવી અદામાં,
વારી જવાને મન કરે,
પ્રેમાળ એના ખૂબસૂરત હદયમાંથી,
રુહમાં સ્થાઈ થવાને મન કરે.

