STORYMIRROR

Bindya Jani

Romance Fantasy

4  

Bindya Jani

Romance Fantasy

મન ઝરૂખે

મન ઝરૂખે

1 min
399

મન ઝરૂખે ઝળહળતી છે પ્રિયે તારી યાદ, 

ઝરૂખાની કોતરણીએ અંકિત છે તારી વાત,


ઝરૂખે ઝળહળતી જ્યોત ફેલાવશે ઉજાસ,

પ્રીતની વસંતે ખીલી ઊઠશે જીવન સુવાસ,


આંખ બંધ કરીને સાંભળું છું પ્રીતની વાત,

જો ધીરે- ધીરે પગલાં માંડે છે મિલનની રાત, 


સોળ શણગાર સજી આવી છે નખરાળી નાર, 

શરમાળ સ્મિતમાં ખોવાઈ છે પ્રેમભરી રાત, 


જર્જરિત ઝરૂખો ને મજબૂત છે તારી યાદ, 

ઢળતી ઉંમરે સંસ્મરણોમાં છે હૈયાની વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance