STORYMIRROR

amita shukla

Romance Fantasy

3  

amita shukla

Romance Fantasy

મમતાની છાંવ

મમતાની છાંવ

1 min
182

મારો સ્નેહનો સૂર, ધબક્યો મારી કોખમાં,

બે હૃદયનાં સૂર મળ્યા, માતૃત્વની મોજમાં,


અનુભૂતિ થઈ મારી, પ્રતિકૃતિની સંવેદનાની,

અંતરચેતનાની જ્યોત દીપી, મારાં અંતઃકરણમાં,


હજારો કિરણોનો પ્રકાશ પથરાયો મારી ઉદરમાં,

બ્રહ્મનો અંશ આકાર લઈ રહ્યો, મારી મમતાની છાવમાં,


સંવેદનાઓ સળવળી, મીઠી મીઠી મૂંઝવણની,

માતૃત્વનાં શ્રેષ્ઠ નિર્માણની, સ્વીકૃતિ મળી ઈશથી,


કોખ મારું ઘોડિયું લાગે, હાલરડાંથી વીરગાથા,

સંસ્કારને, જ્ઞાનની સમજ મળે જો ગર્ભગૃહમાં,


રોમરોમ ઝંકૃત થયું, તારા મારાં મિલનથી,

ધાવણની લાજ રાખજે, જીવન માણજે અણમોલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance