મળ્યો છું તને જ્યાર થી
મળ્યો છું તને જ્યાર થી


મળ્યો છું તને હું જ્યારથી,
ઈચ્છા થાય છે રોજ મળવાની,
દિવસ અને રાત બસ,
રાહ જોવું છું તારા આવાની.
હું જે કરું છું એ,
બધું જ છે તારા માટે,
નથી રહ્યું કઈ હવે,
એ ફક્ત મારા માટે.
પ્રેમનો સાગર વહે છે,
દિલ રૂપી દરિયામાં,
ઈચ્છા થાય છે મને,
એમાં ડૂબી જવાની.
તને મળીને પ્રેરણા મળી છે,
મને જીવન જીવવાની,
મળ્યો છું જ્યારેથી તને,
ઈચ્છા થાય છે રોજ મળવાની.