મળ્યા નહીં
મળ્યા નહીં

1 min

64
ગમ્યા હતા મળ્યા નહીં,
છતાં અમે રડ્યા નહીં.
ઘણી નજર ફરી વળી,
પછી અમે ભળ્યા નહીં.
રમત બધી રમી લીધી,
તમે મને જડ્યા નહીં.
વરત કર્યા ઘણાં,
છતાં મને ફળ્યા નહીં.
જખમ અમે સહન કર્યાં,
છતાં અમે લડ્યા નહીં.
ભલે થયાં અમે જુદા
અહમ મને નડ્યા નહીં.